
An Untoward incident - અનન્યા
Versandkostenfrei!
Versandfertig in über 4 Wochen
20,99 €
inkl. MwSt.
PAYBACK Punkte
10 °P sammeln!
'શબ્દો એ શિવની દેન છે, જ્યાંથી શરૂઆત ત્યાંથી અંત પણ છે.' આવી જ એક સુંદર અને વાસ્તવિક ઘટનાઓનું ચિત્રણ કરતી નવલકથાનું સર્જન દર્શના જરીવાળા દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો દર્શના જરીવાળા ગૃહિણી તરીકે તેમનું જીવન પસાર કરી રહ્યાં છે, ત...
'શબ્દો એ શિવની દેન છે, જ્યાંથી શરૂઆત ત્યાંથી અંત પણ છે.' આવી જ એક સુંદર અને વાસ્તવિક ઘટનાઓનું ચિત્રણ કરતી નવલકથાનું સર્જન દર્શના જરીવાળા દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો દર્શના જરીવાળા ગૃહિણી તરીકે તેમનું જીવન પસાર કરી રહ્યાં છે, તેમનો અભ્યાસ દસમા ધોરણ સુધીનો છે પણ તેમની વિચારશક્તિ આકાશ આંબે એટલી ઊંચી છે. જે તેમની નવલકથા 'An untoward incident - અનન્યા' વાંચીને સમજાઈ ગયું છે. નવલકથાની શરૂઆત ઝંખનાના સ્વપ્નથી થાય છે. તેને આત્માઓ સ્વપ્નમાં આવે છે. એક દિવસ કૅફેની અંદર આવેલા વોશરૂમમાં તે આત્માથી રૂબરૂ થાય છે પણ તે સમજી શકતી નથી અને ડરી જાય છે. મીરર ઉપર જ્યારે એ આત્મા "હેલ્પ મી" લખે છે, ત્યારે તો ઝંખનાના છક્કા છૂટી જાય છે. ત્યારબાદ તે જ છોકરીને કોઈ પકડીને લઈ જતું હોય તેવો એને ભ્રમ થાય છે. આ બધી વાતોને લીધે તેની હાલત બગડતી જાય છે અને તેના પતિ સોહમ દ્વારા તેનો ઇલાજ મનોચિકિત્સક પાસે કરાવવામાં આવે છે. આ દરમિયાન તેના દીકરા અમિતની મુલાકાત આરાધ્યા સાથે થાય છે અને તે તેનો દીવાનો બની જાય છે. આરાધ્યાનું નામ ખબર ન હોવાને લીધે તે તેને 'એક્ટિવા ગર્લ' તરીકે સંબોધે છે. એક દિવસ અમિતની પિતરાઈ બહેન ગુંજન તેના ઘરે આવે છે અને આરાધ્યા તેની સહેલી હોય છે. જેને લીધે અમિત અને આરાધ્યા વચ્ચે મુલાકાત થતી રહે છે. નવલકથાનો વળાંક તો ત્યારે આવે છે જ્યારે અનન્યાની આત્મા ઝંખનાથી રૂબરૂ થાય છે. ઝંખના તેની મદદ કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગે છે પણ તેના પતિ સોહમ દ્વારા તેને રોકી દેવામાં આવે છે. સોહમ તેનાથી નારાજ થઈ જાય છે ને અડધી રાત્રે બહાર બાલ્કનીમાં જઈને સિગારેટ પીવા લાગે છે. ત્યારબાદ ઝંખનાને કોઈપણ આત્માની મદદ કરવા માટે મનાઈ કરે છે. ઝંખના ફરી એકવાર આત્માઓની મદદ કરવાનું બંધ કરી દે છે. આ વચ્ચે વર્ષો પહેલાં ઘટેલી ઘટનાઓ સોહમ આગળ જીવંત બને છે અને તે ઝંખનાને ખોવ