
સારથીનો સ્પર્શ થતાં
Versandkostenfrei!
Versandfertig in über 4 Wochen
15,99 €
inkl. MwSt.
				PAYBACK Punkte
				
8 °P sammeln!
				'સારથીનો સ્પર્શ થતાં' - પ્રસ્તાવના 'સારથી' ઉપનામધારી શ્રી ગિરીશ સોલંકીનો કવિતા સંગ્રહ 'સારથીનો સ્પર્શ થતાં' પ્રકાશિત થવા જઈ રહ્યો છે, જે જાણીને ખૂબજ આનંદ થઈ રહ્યો છે. શબ્દો માત્ર સાંભળવા માટે નથી, શબ્દો મહેસૂસ કરવા માટે હોય છે. સર્જ...
'સારથીનો સ્પર્શ થતાં' - પ્રસ્તાવના 'સારથી' ઉપનામધારી શ્રી ગિરીશ સોલંકીનો કવિતા સંગ્રહ 'સારથીનો સ્પર્શ થતાં' પ્રકાશિત થવા જઈ રહ્યો છે, જે જાણીને ખૂબજ આનંદ થઈ રહ્યો છે. શબ્દો માત્ર સાંભળવા માટે નથી, શબ્દો મહેસૂસ કરવા માટે હોય છે. સર્જનનો every single letter reader ના હ્રદયને સ્પર્શે છે. કદાચ એ સ્પર્શ જ સારથીના સ્પર્શને સામાન્યમાંથી વિશેષ અને આત્મિક બનાવે છે. ગિરીશ સોલંકી 'સારથી' લિખિત કાવ્ય સંગ્રહ 'સારથીનો સ્પર્શ થતાં' ના દરેક પાના પાના પર જીવનના અસંખ્ય પડછાયા તેમના દ્વારા કંડારવામાં આવ્યા છે. ક્યારેક કવિતાઓનો ભાવ મીઠો હોય છે તો ક્યારેક ભાવુક, ક્યારેક નિઃસંગતા, ક્યારેક વ્યથામાંથી જન્મેલી શાંતિ, તો ક્યારેક વિચારણા તરફ દોરી જતી ઊંડાણભરી પંક્તિઓ હૃદય સુધી સોંસરવી ઊતરી જાય છે. શબ્દોની સુંદરતા અહિં માત્ર તાલમાં નથી પણ તેની અંદર છુપાયેલ મર્મમાં હોય છે. એમ ગિરીશ સોલંકી 'સારથી' દ્વારા વ્યક્ત થયેલી દરેક કવિતામાં એક અનંત મર્મ સમાયેલો છે. જેમકે, કોણ જાણે બધાં અહીં કેમ જીવે છે, કોઈ મરજીથી પોતાની તો કોઈ પરાણે જીવે છે. આના ઉપરથી કવિશ્રી કહેવા માગે છે કે કોઈને ખબર નથી કે તે શા માટે તેઓ જીવે છે? તેમનો જન્મ ધરતી પર શા અર્થે થયો છે? પણ જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડે છે એટલે જ કવિ શ્રી કહે છે કે કોઈક અહીં પોતાની મરજીથી જીવે છે તો કોઈક અહીં પરાણે જીવે છે. ગિરીશ સોલંકી 'સારથી' માત્ર કલમધારક નથી, તે યાત્રાધારક પણ છે. જીવનયાત્રાનું સત્ય, જિંદગીના સંઘર્ષ અને સહજતાને શબ્દોમાં ઉતારી છે. તેમના કાવ્યો વાંચીને સમજાય છે કે આપણે જીવન માત્ર જીવવાનું નથી પણ તેને સમજવાનું અને માણવાનું પણ છે. સારથીનો સ્પર્શ એ કોઈ એક વિષય ઉપર કેન્દ્રિત કાવ્યસંગ્રહ નથી, પણ જીવનના અનેક તૂટેલા, જોડાયેલા, જૂના સાથે નવા જમાનાને દર્શાવતું દર્પણ છે. અહીં ઈશ, ઈમાનદારી,
     
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					