
કેળવણીની કલમે 2
Versandkostenfrei!
Versandfertig in über 4 Wochen
61,99 €
inkl. MwSt.
PAYBACK Punkte
31 °P sammeln!
શિક્ષણક્ષેત્ર એ મારા માટે પસંદગીનું અને મનગમતું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં સમજી વિચારીને જ આવ્યો છું. મારા શાળાકીય જીવનમાં જ મને આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ કરતો ત્યારે હું આ ક્ષેત્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમ...
શિક્ષણક્ષેત્ર એ મારા માટે પસંદગીનું અને મનગમતું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં સમજી વિચારીને જ આવ્યો છું. મારા શાળાકીય જીવનમાં જ મને આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ કરતો ત્યારે હું આ ક્ષેત્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતો. મેં સ્નાતકની પદવી હિંમતનગર આટર્સ એન્ડ કોમર્સ કૉલેજ મોતીપુરાથી મેળવી. તે સમયે શિક્ષણના વિવિધ વ્યાખ્યાનો યોજાતા તેમાં હું હંમેશાં હાજર રહેતો. વિવિધ વિદ્ધવાનોના વિચારો મને ખૂબ જ ગમતા. મોડાસા બી.એડ. કૉલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ડૉ. દાઉદભાઈ ઘાંચી સાહેબ જેવા વિદ્ધવાનોના સંપર્કમાં આવ્યો. એક વર્ષના તાલીમી શિક્ષણ દરમિયાન મને શિક્ષણક્ષેત્રના ઊંડા વિચારો મળ્યા. સતત અધ્યાપકોના સંપર્ક તેમજ ત્યાંની લાયબ્રેરીમાં જ્યારે સમય મળતો ત્યારે શિક્ષણને લગતા પુસ્તકો વાંચવાની ઉમદા તક મળી. વિશ્વના મહાચિંતકોના પુસ્તકો વાંચવા મળ્યા. મને કૉલેજકાળથી વાંચવાનો ખૂબ જ શોક હતો. હું કૉલેજની લાયબ્રેરીનો ઉપયોગ કરતો. મોડાસા બી.એડ કૉલેજ એટલે ગુજરાત રાજ્યની એક અગ્રિમ શિક્ષણની કૉલેજ. શિક્ષણની પ્રયોગશાળા કહી શકાય. નવીન વિચારોમાં અગ્રેસર મને એક વર્ષ સુધી તે સમયના વિદ્વાન અધ્યાપકોના જ્ઞાનનો લાભ મળ્યો. હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો હોવા છતાં મારા માતા-પિતાને શિક્ષણમાં ઊંડો રસ હોવાને કારણે મને બળ મળ્યું. બી.એડ કૉલેજમાં શિક્ષણક્ષેત્રે કરવામાં આવતા વિવિધ પ્રયોગો મને વિચારતો કર્યો. હું પણ સતત વિચારતો રહ્યો. શિક્ષણક્ષેત્રે મારું ચિંતન વધ્યું અને તેમ કરવાનો લહાવો મોડાસા બી.એડ. કૉલેજમાંથી મળ્યો. G. S. DEDHROTIYA