
આ દેશને બચાવશે કોણ?
Versandkostenfrei!
Versandfertig in über 4 Wochen
8,99 €
inkl. MwSt.
PAYBACK Punkte
4 °P sammeln!
'આ દેશને બચાવશે કોણ?' એકાંકીમાં વ્યસન છોડોથી માંડીને ભ્રષ્ટાચાર સુધીની કથા ખૂબ જીવંત રીતે રજૂ થયેલી જોવા મળે છે. વિવિધ સ્લોગનો અને કાવ્ય પંક્તિઓ દ્વારા દર્શકોમાં સુધારાત્મક વિચારો રજૂ થયા છે. ભ્રષ્ટાચાર ક્યાં અને કેવી રીતે થાય છ...
'આ દેશને બચાવશે કોણ?' એકાંકીમાં વ્યસન છોડોથી માંડીને ભ્રષ્ટાચાર સુધીની કથા ખૂબ જીવંત રીતે રજૂ થયેલી જોવા મળે છે. વિવિધ સ્લોગનો અને કાવ્ય પંક્તિઓ દ્વારા દર્શકોમાં સુધારાત્મક વિચારો રજૂ થયા છે. ભ્રષ્ટાચાર ક્યાં અને કેવી રીતે થાય છે તેની છણાવટ કરી તેની અસરો પ્રતિકાત્મક રીતે રજૂ થઈ છે. વરલી મટકા, જુગાર, ચોરી જેવા દૂષણો સમાજને કેવી રીતે બરબાદ કરે છે! કુટુંબ વ્યવસ્થા, સભ્યો વચ્ચેના સંબંધોની એકતા વગેરે મૂલ્યો પ્રસ્થાપિત કરવામાં પ્રસ્તુત એકાંકી ચાવી રૂપ છે એવું કહી શકાય. કુપોષણ, ભેળસેળ, નિષ્ઠાની ઊણપ, અપ્રમાણિક્તા, અપરાધ વગેરે સમાજને અને દેશને બરબાદ કરી રહ્યા છે. સરકારની અને સમાજની ભૂમિકા સામે પ્રશ્નાર્થ એ સૂચક છે. મતદાન અને લોકજાગૃતિ થકી સફળ નેતૃત્વ સહિત નાગરિકની ભૂમિકા સંદર્ભે દિશા સૂચન યોગ્ય જણાય છે. 'આ દેશને બચાવશે કોણ? એકાંકી અનેક સંદર્ભોને પ્રેરક છે.